ગભેણી રોડ લલીતા ચોકડી પાસે ચિન્ધીના ગોડાઉનમાં આગ લાગી

0
26

મોડી રાત્રે લાગેલી આગમાં વેસ્ટનો મોટો જથ્થો સળગી ગયો
સુરત, તા. ૯
ગતરાત્રે એક વાગ્યાના સુમારે ગભેણી ગામ લલીતા ચોકડી પાસે ખુલ્લા પ્લોટમાં આવેલ ચિન્ધીના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડના જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે એક વાગ્યાના સુમારે ગભેણી ગામ નજીક આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર ઓફિસર ગાયકવાડ તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ખુલ્લા પ્લોટમાં ૨૫ થી ૩૦ જેટલા ચિન્ધીના ઢગલા પડ્યા હતા તે પૈકી કોઈ એક ઢગલા આગ લાગતા આજુબાજુના તમામ ઢગલા આગમાં સપડાઈ ગયા હતા. ખુલ્લા પ્લોટમાં દરેકï ઢગલાનો માલિક જુદા જુદા હતા આગથી કોઈ જાનહાનિ થઈ નથી માત્ર વેસ્ટેજ ચિન્ધીનો જથ્થો સળગી ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY