સુરતની અદાલતે જામીન અરજી નામંજૂર કરી હતી
સુરત, તા. ૯
પાટીદાર આંદોલન દરમિયાન અમરોલી- મોટા વરાછા ક્રિષ્ણા રેસિડેન્સી ખાતે રહેતા એક પાસના કાર્યકર્તાને ત્યાં જઈને હાર્દિક પટેલ પોલીસ વિરુદ્ધ બેફામ નિવેદનો કરતા પૂર્વ ડીસીપી મકરંદ ચૌહાણે અમરોલી પોલીસ મથકમાં રાદ્રોહની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં અલ્પેશ કથીરિયાની ધરપકડ કરાયા બાદ તેનો જામીન પર છૂટકારો થયો હતો અને ત્યારબાદ સુરત સેશન્સ કોર્ટે ડીસીબીની અરજીને ગ્રાહૃય રાખી તેના જામીન રદ કરવામાં આવ્યા હતા. આ હુકમથી નારાજ થઈ અલ્પેશના એડવોકેટ રફી લોખંડવાળા મારફતે હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણી આજે હાથ ધરાઈ હતી.
આ કેસની ટુંકી એવી વિગતો એવી છે કે, પાટીદાર આંદોલન દરમિયાન મોટા વરાછા ક્રિષ્ણા રેસિડેન્સી અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ, વિપુલ તથા ચિરાગ દેસાઈ સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ પાછળથી સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની પણ ડીસીબી પોલીસે ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા બાદ તેણે કરેલી જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ વરાછા- સરથાણા વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરવામાં આવતા ડીસીબી દ્વારા જામીન અરજી રદ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી. સુનાવણી બાદ અલ્પેશના જામીન રદ કરતો હુકમ કરવામાં આવ્યો હતો. સુરત કોર્ટના હુકમ સામે તેણે ગુજરાત હાઈકોર્ટમાં એક જામીન અરજી કરી હતી. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



