સુરત, તા.૨૮
સેન્ટ્રલ બસ સ્ટેશનથી સાલાસર ગેટ સુધીના રસ્તા પર રિક્ષા યાત્રીની નજર ચૂકવી રૂ.૧ લાખના સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચોરી કરી રિક્ષા ચાલક તથા તેની સાથે બેઠેલાï બે સહયાત્રીઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા-બમરોલી રોડ અરૂણોદય સોસાયટીના ઘર નં.૪૪માં મધુબેન મોહનભાઈ પઢારીયા રહે છે. ગત તા.૧૭મી ડિસેમ્બરના રોજ તેઓ સાંજના સુમારે સેન્ટ્રલ બસ સ્ટેશનથી સાલાસર ગેટ સુધી અોટો રિક્ષામાં બેસીને જતા હતા. ત્યારે ચાલક અને પાછળ બેઠેલા બે અજાણ્યા સહયાત્રીઓએ તેમને આગળ પાછળ બેસવાનું જણાવી નજર ચૂકવી કાપડની બેગમાંથી એક લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી મહિલાને સાલાસર ગેટ પાસે અચાનક ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા. મધુબેને સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું કયુ* હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



