તેલંગાણામાં ૭૦૦ જગ્યાઓ માટે ૧૦ લાખ લોકોએ અરજી કરી..!!

0
5
હૈદરાબાદ,તા.૧૯
દેશમાં મોંઘવારીની જેમ જ બેરોજગારીએ પણ માઝા મુકી છે. જેની સાબીતી તેલંગાણામાં જાવા મળી હતી. અહીંયા ૭૦૦ જગ્યાઓ માટે ૧૦ લાખ લોકોએ અરજી કરી છે. એમાં જાવા લાયક વાત તો એ છે કે ૧૨ પાસ માટેની આ જગ્યાઓ માટે ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, પીએચડી અને એમફીલ ડીગ્રી વાળાઓએ પણ અરજી કરી છે.
રાજય પબ્લીક સર્વિસ કમિશનના અધ્યક્ષ ચક્રપાણીએ કહયું કે તેલંગાણામાં આ કંઇ પહેલીવાર નથી બન્યુ, ઘણા સમયથી આવું થતું જ આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૪માં વીઆરોની પોસ્ટ માટે ૧૦ લાખથી વધારે લોકોએ અરજી કરી હતી. જેમાંથી ૮૦ ટકા લોકોએ પરીક્ષા પણ આપી હતી. આ પહેલા ૨૦૧૧માં આ પદ માટે ૬ લાખથી વધારે અરજીઓ આવી હતી.
આ ઉપરાંત ખાનગી કંપનીમાં નોકરી કરતા લોકોએ પણ અરજી કરી હતી. ઇલેકટ્રીકલ એન્જીનીયર પ્રશાંતે મીડિયા સાથે વાત કરતા કહયું કે ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ કર્યા પછી બીપીઓમાં નોકરી મળી છે. પણ પ્રાઇવેટ નોકરીમાં સરકારી નોકરી જેટલી સુરક્ષા નથી એટલે મેં અરજી કરી છે. આ જગ્યા માટે એન્જીનીયરથી માંડીને ડીલીવરી બોય તરીકે કામ કરતા લોકોએ પણ અરજી કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY