લેન્ડ રોવરના ઘરેલુ સ્તરે ઉત્પાદિત રેન્જ રોવર વેલારનું વેચાણ શરૂ

0
7

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા દ્વારા વેચાણ શરૂ કરાયાની જાહેરાત
સુરત, તા.૯

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ ઘરેલુ સ્તરે ઉત્પાદિત રેન્જ રોવર વેલારની ભારતમાં રૂ. ૭૨.૪૭ લાખની કિંમત સાથે વેચાણનો પ્રારંભ કર્યો હોવાની જાહેરાત કરી છે. બે પાવરટ્રેઇન્સ ૨.૦ I પેટ્રોલ (૧૮૪kW) અને ૨.૦ I ડીઝલ (૧૩૨ kW)માં ઉપલબ્ધ, ઘરેલુ સ્તરે ઉત્પાદિત વેલાર ન્યૂનતમતા અને ભવ્યતાનો વિશિષ્ટ સમન્વય છે. વેલારની ઘરેલુ સ્તરની ઉત્પાદન વિન્ડો જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાને ભારતી. લક્ઝરી એસયુવી સેગમેન્ટમાં સ્પર્ધાત્મક લાભ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા લિમીટેડ (જેએલઆરઆઈએલ)ના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સૂરીએ જણાવ્યું હતુ કે “૨૦૧૮માં લોન્ચ કરી ત્યારથી જ રેન્જ રોવર વેલારને દેશભરમાંથી ગ્રાહકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્‌યો છે. હવે ઘરેલુ સ્તરે ઉત્પાદિત રેન્જ રોવર વેલારને બજારમાં મુકવામાં આવી હોવાથી અમે અગાઉ ક્યારેય ન હતી તેવી અત્યંત આકર્ષક અને સ્પર્ધાત્મક કિંમતે આ આઇકોનિક એને એવોર્ડ વિજેતા પ્રોડક્ટને ઓફર કરવા માટે સક્ષમ બન્યા છીએ. તેનાથી ભારતમાં રહેલા રેન્જ રોવરના વધુને વધુ ચાહકોને ખરીદી કરવામાં અને આ ધ્યાનાકર્ષક, સારો દેખા ધરાવતી અને અલગ વાહનને ચલાવવામાં મદદ કરશે.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY