તેજ પવન ફૂંકાવાના કારણે દક્ષિણ ગુજરાતમાં ૩૪ ડિગ્રી તાપમાન નોંધાયું

0
11

સુરતમાં લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી
સુરત તા ૧૦
ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ અચાનક વાતાવરણ પલટો અનુભવવાની સાથે ભારે પવન ફૂંકાતા ગરમીનો પારો ૩૪ ડિગ્રીની આસપાસ નોંધાયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોરે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા અનેહવાનું દબાણ ૧૦૧૦.૨ મીલીબાર નોંધાયું છે. નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૩.૬ ડિગ્રી નોંધાયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્ના છે. ભારે પવનના લીધે તાપમાનનો પારો ઘટીને સરેરાશ ૩૪ ડિગ્રીની આસપાસ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરતા આગામી બે-ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો યથાવત રહેશે. શહેરીજનોએ મે મહિના દરમિયાન અસહૃય ગરમીથી રાહત અનુભવાઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY