નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામે લગ્નમાં જમણવારનો મંડપ વાવાઝોડામાં ઉડતા નાસભાગ

0
151

શુક્રવારે બપોરે ત્રણેક વાગ્યાની ઘટનામાં લગ્નનો મંડપ સલામત જયારે જમણવારનો મંડપ વાવાઝોડામાં ધરાસઈ થતા બે ને મામૂલી ઇજા 

રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં શુક્રવારે આદિવાસી પરિવારની દીકરીના લગ્ન પ્રસંગમાં અચાનક વાવઝોડુ આવતા જમણવારનો મંડપ ધરાસઈ થતા નાસભાગના સ્જાઈ હતી જોકે સદનસીબે લગ્નના મંડપને કોઈ નુકસાન ન થતા લગ્ન ચાલુ રહ્યા હતા

મળતી માહિતી અનુસાર જીયોરપાટી ગામમાં રહેતા મહેદ્રભાઈ વસાવાની દીકરી નિકિતાના શુક્રવાર ને તારીખ 10 મે ના રોજ લગ્ન હતા ત્યારે લગ્ન ના મંડપ માં એક તરફ લગ્ન થતા હોય અચાનક વાવઝોડુ આવતા ત્યાં ખુલ્લા ખેતરમાં બાંધેલા જમણવાર ના મંડપ પવન માં ડગુમગુ થયા બાદ કાપડ સાથે ધરાશાઈ થતા મોસાળ પક્ષ નો જમણવાર ચાલતો હોય આમ અચાનક મંડપ તૂટતાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે મંડપ તૂટી પડતા બે વ્યક્તિઓને મામૂલી ઈજાઓ થઈ હતી સદ્નસીબે કોઈ ને મોટી ઇજા થઈ નથી પરંતુ અચાનક જોરદાર પવન સાથે વાવાઝોડું આવતા મંડપ ઉખાડી ઘડી ભરમાંજ જમણવાર માં વેર વિખેર થઈ જવા પામ્યું હોય મંડપમાં મોસળિયા પક્ષના નાના બાળકો બહેનો ભોજન કરતા હોય ઉભી પૂંછડિયે ભાગવું પડ્યું હતું જેમાં મંડપમાંથી બહાર નીકળવાનો ટાઈમ ના મળતા અમુક લોકો પર મંડપ તૂટીને પડ્યો હતો તેથી બેને મામૂલી ઈજાઓ થઈ જયારે આ વાવઝોડામાં જમણવાર બગડી જવા પામ્યો હતો.જોકે આ લખાય છે ત્યારે લગભગ સાંજે ચાર વાગે લગ્ન નો મંડપ અડીખમ હોવાથી લગ્ન ચાલુ હતા પરંતુ આ વાવાઝોડામાં ભોજન બગડી ગયું હોવાનું જાણવા મળ્યુ હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY