બે દિવસ પૂર્વે ગુમ રત્નકલાકારની લાશ તાપી નદીમાંથી મળી આવી

0
5

કોઝવે પાસે નદીમાંથી ફાયર બ્રિગેડે મૃતક યુવક પ્રદીપ પટેલની લાશ બહાર કાઢી
સુરત તા ૧૦
બે દિવસ અગાઉ સાયણ રોડ રીધમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારની આજે સવારે વિયર કમ કોઝવે ખાતેથી લાશ મળી આવી હતી. ચોકબજાર પોલીસે લાશનોક બજાલઈ તપાસ કરતા ગુમ થયેલ યુવકના પરિવારજનોએ લાશ ઓળખી બતાવી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે કોઈઅજાણ્યા વ્યકિત દ્વારા વિયર કમ કોઝવે ખાતે તાપી નદીમાં લાશ દેખાતા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર જઈને લાશનો કબજા ચોકબજાર પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા બે દિવસ અગાઉ અમરોલી પોલીસ મથકમાં યુવક ગુમ થયો હોવાની નોંધ થઈ હતી. પ્રદીપ અરવિંદ પટેલ ઉ.વ. ૩૨ રહે. સી-૩૦૩ રીધમ રેસિડેન્સી સાયણ રોડ ગત ૮મી મેના રોજ તેના મિત્રને પોતાનું પાકિટ આપી ઘરે આપી દેવા જણાવી પોતે કોઝવે તરફ જતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પ્રદીપ ઘરે પાછો ન ફરતા તેની શોધખોળ હાથ ધરી ગુમ થવાની જાણ પોલીસ મથકે કરવામાં આવી હતી. પ્રદીપ-રત્નકલાકર તરીકે કામ કરતો હતોતેને શા માટે અંતિમ પગલુ ભર્યુ તે જાણી શકાયુ નથી. પ્રદીપની લાશ ઓળખી બતાવતા તેના પરિવારનેક બજા સોંપવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY