સુરતમાં કૂક આઉટ સેશનમાં રોજિંદા જીવનમાં બદામનું મહત્ત્વ દર્શાવાયું

0
20

ગૃહિણીઓ દ્વારા સ્નેકિંગ અને ફેસ્ટિવ રેસિપીઝ રજૂ કરાઈ
સુરત, તા.૧૦
સૂકા મેવામાં રાજાનું સ્થાન ધરાવનાર બદામ એક વિશિષ્ટ સૂકો મેવો છે જે આપણા રોજિંદા જીવનમાં સવાદિષ્ટ હિસ્સો બની શકે છે અને સાથે તે દરેક કોળિયામાં પ્રાકૃતિક પોષક તત્ત્વો આપણને આપે છે. એક અનોખા કૂકિંગ કાર્યક્રમ કૂકઆઉટ સેશનમાં સુરત ખાતે આ વિચારને આગળ ધપાવાયો હતો. જેમાં બદામને તેમાં મુખ્ય સામગ્રી તરીકે રાખવામાં આવી હતી અને તેના દ્વારા શહેરની ગૃહિણીઓ દ્વારા સ્નેકિંગ અને ફેસ્ટિવ રેસિપીઝ દર્શાવવામાં આવી હતી. આ સેશનનું સંચાલન શેફ સુદેવ શર્મા અને ન્યુટ્રિશનિસ્ટ શ્રેણી લાલ પુરવાલા કર્યુ હતું અને તેમાં શહેરની ત્રણ ગૃહિણીઓએ દર્શાવ્યું હતું કે બદામ કઈ રીતે આપણા રોજિંદા જીવનમાં સ્નેકિંગ અને ફેસ્ટિવલની વાનગીઓ બનાવવામાં હિસ્સો બની શકે છે.
આ ઈન્ટરએક્ટિવ સાંજે ત્રણ ગૃહિણીઓએ તેમની રાંધણકળા બતાવી અને જણાવ્યું કે કઈ રીતે બદામ સ્નેકિંગ અને ફેસ્ટિવ રેસિપીઝમાં એક મુખ્ય સામગ્રી બની શકે છે. જયારે ગૃહિણીઓ પોતપોતાની ડિશીસ તૈયારી કરી ત્યારે ન્યુટ્રિશનિસ્ટ શ્રેણી લાલપુરવાલા અને શેફ સુદેવ શર્મા ઊંડી જાણકારી આપી હતી કે શા માટે બદામ સ્વાસ્થ્યપ્રદ નાસ્તા માટે યોગ્ય છે. ન્યુટિશનિસ્ટ શ્રેણી લાલપુરવાલા જણાવ્યું હતું કે બદામ ૧૫ પોષક તત્ત્વો જેમ કે વિટામીન ઈ, મેગ્નેશિયમ ડાયેટરી ફાઈબર, પ્રોટીન વગેરેથી ભરપૂર પાવરહાઉસ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY