પાર્લે પોઈન્ટ પર રાત્રે કરીયાણાના જથ્થાબંધ વેપારીની દુકાનમાં ચોરી

0
8

ચાર મહિલાઓએ તાળા તોડી ઘી, કોલેગેટ અને શરબતની ચોરી કરી
સુરત તા ૧૦
પાર્લે પોઈન્ટ સ્થિત મલ્હાર કોમ્પલેક્ષમાં આવેલ ઈચ્છાનાથ કરિયાણા સ્ટોર્સમાં રાત્રિના સમયે ચાર અજાણી મહિલાઓ તાળુ તોડીને અંદરથી ઘી, શરબત અને કોલગેટનો જથ્થો ચોરી કરી નાસી ગઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો દ્વરા મળતી માહિતી મુજબ જયેશકુમાર કેશવલાલ પટેલ ઉ.વ. ૪૦ પાર્લે પોઈન્ટ મલ્હાર કોમ્પલેક્ષમાં ઈચ્છાનાથ સ્ટોરના નામે કરિયાણાની દુકાન ચલાવે છે. ગત ૭મી મેના રાત્રિના સમયે ચાર અજાણી મહિલાઓએ ઈચ્છાનાથ સ્ટોર્સના શટલને મારે તાળુ તોડીને અંદરથી એક કિલોગ્રામ ઘીના ૧૮ પેકેટ, કોલગેટ પેસ્ટનો બોક્ષ તેમજ શરબતની બાટલી મળી કુલ્લે ૭૬૮૬ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે બીજા દિવસે સીસીટીવી ફૂટેજ કરતા દુકાનમાં ચોરીની જાણ થઈ હતી. ચાર અજાણી ચોર મહિલાઓ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY