બ્રેનડેડ મહેશભાઈ પરમારના અંગોનું દાન કરતા ત્રણ લોકોને નવી જીંદગી મળી

0
5

ચરોતર પંથકમાં ડોનેટ લાઈફ દ્વારા અંગદાન કરાવવાની સૌપ્રથમ ઘટના
સુરત, તા.૧૦

 શુક્રવાર તા. ૩ મે ૨૦૧૯ના રોજ મહેશ પોતાના ઘરેથી ફાગવેલ ગામે બાઇક ઉપર જતો હતો ત્યારે ઉમરેઠ અને ડાકોરની વચ્ચે આદર્શ હોટેલ પાસે બાઇક સ્લીપ થઈ જતાં, મહેશ બાઇક પરથી નીચે પડી, ડિવાઇડર સાથે અથડાતા  માથામાં ગંભીર ઇજાઓ થવાથી તે બેભાન થઈ ગયો હતો. ત્યાં હાજર લોકોએ તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ડાકોરની સરકારી હોસ્પીટલમાં દાખલ કર્યો. ત્યાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ સાંજે ૫ઃ૦૦ કલાકે નડિયાદમાં આવેલ સંજય હોસ્પીટલમાં દાખલ કર્યો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તેથી વધુ સારવાર માટે કરમસદમાં આવેલ શ્રી કૃષ્ણા હોસ્પીટલમાં ઇન્ટેન્ટસીવીસ્ટ ડા. સમીર પટેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. ત્યાં ફરી એક વાર સીટી સ્કેન કરાવતા મગજમાં ડાબી અને જમણી બાજુ ફ્રેક્ચર તેમજ લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યૂરોસર્જન ડો. ભટ્ટાચાર્યએ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો.
બુધવાર વાર તા. ૮ મે ૨૦૧૯ના રોજ ઇન્ટેન્ટસીવીસ્ટ ડા. સમીર પટેલ અને ડો. અર્ચના સિન્હાએ મહેશને બ્રેઈનડેડ જાહેર કર્યો, તેની જાણકારી ડોનેટ લાઈફ ની ટીમને આપી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પીટલ પહોંચી મહેશના પિતાશ્રી કાભઇભાઈ, કાકા જગદીશભાઇ, પિતરાયભાઇ સુરેશભાઇ, તથા પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશન અંગેની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું.
સૌ પરિવારજનોએ જણાવ્યું કે અમે ખેત મજૂરી કરી અમારા પરિવારનું ભરણ પોષણ કરીએ છીએ. અમે જીવનમાં કોઈ પણ વસ્તુનું દાન કરી શકીએ એમ નથી. આજે અમારું સ્વજન બ્રેનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્વિત છે, ત્યારે તેના અંગોના દાન થકી કોઈના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નીલેશ માંડલેવાલાએ Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું.
અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલ કિડની પૈકી એક કિડની અમદાવાદની રહેવાસી રૂપલ સમીરભાઈ પટેલ ઉ.વ. ૩૮ બીજી કિડની અમદાવાદની રહેવાસી પ્રીતિ નટવરલાલા મચ્છર ઉ.વ. ૪૦માં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાના રહેવાસી નિકુંજ ચંપકભાઈ પટેલ ઉ.વ. ૩૬માં અમદાવાદનીInstitute of Kidney Diseases and Research Centre (IKDRC)ખાતે ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY