વાંકાનેડા ગામે નહેર રોડ પર અકસ્માત
કડોદરા, તા.૯
પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે આવેલ નહેરની સામે રોડ પર મોટર સાઈકલ ચાલકે પોતાની મોટર સાઈકલ બેફામ હંકારતા સ્લીપ ખાઈ જતા શરીરે ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ચલથાણમાં સ્વસ્તિક નગરમાં રહેતાં સંજયભાઈ અમરતભાઈ દેસાઈ ઉ.વ.૫૦ બપોરે પોતાના કબજાની જીજે-૫-એસી-૨૬૪૯ નંબરની મોટર સાઈકલ પર સવાર થઈ નીકળ્યા હતા. ત્યારે વાંકાનેડા ગામે નહેરની સામે આવેલ રોડ પરથી પસાર થતી વખતે મોટર સાઈકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી. જેથી માથામાં ગંભીર ઈજા થતા તેમનું ઘટના સથળે મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ધારાધોરણ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



