તા.૧૧મીએ વાપીમાં મેક્સ લિટલ આઈકન ઓડીશનનું આયોજન

0
6

કોન્ટેસ્ટમાં ફક્ત ૨ થી ૧૦ વર્ષની વયના બાળકો સામેલ થઈ શકે છે
સુરત, તા.૧૦

કહેવાય છે કે દરેક બાળક વિશિષ્ટ હોય છે, તેનામાં કોઈને કોઈ ખૂબી કે પ્રતિભા રહેલી જ હોય છે, જરૂર માત્ર તેને યોગ્ય રીતે બહાર લાવવાની હોય છે. ઘણીવાર યોગ્ય માધ્યમ મળ્યા પછી બાળકો પોતાની છૂપી પ્રતિભા આસાનીથી બહાર લાવી શકતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળકોમાં વિવિધ સુપરહીરો ખૂબ પ્રિય હોય છે પરંતુ બાળકોને એ ખ્યાલ હોતો નથી કે તેઓ પોતે જ એક સુપરહીરો હોઈ શકે છે અને તે કોઈ ખાસ પ્રતિભાના માલિક હોઈ શકે છે.
બાળકોની આવી જ પ્રતિભાનો બહાર લાવવા અને ‘દરેક બાળક એક સુપર હીરો’ છે એ સિદ્ધ કરવા માટે મેક્સ લિટલ આઈકન એક તક આપે છે. જેમાં એક આનંદથી ભરપૂર એવી સ્પર્ધાનું આયોજન થયું છે જેમાં બાળકો ફેશન વોક, ડાન્સિંગ અને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં સામેલ થઈને પોતાની પ્રતિભા દર્શાવી શકે છે. એટલું જ નહીં તેમાં તેઓ રોમાંચક ઈનામો પણ મેળવી શકે છે! તો જલદીથી રજિસ્ટર કરાવો કેમકે આ માટે ઓડિશન્સ ૧૧ મે, ૨૦૧૯ ના રોજ હોટલ ફોર્ચ્યુન ગેલેક્ષી, વાપી ખાતે આયોજિત છે.
આ કોન્ટેસ્ટમાં ૨ થી ૧૦ વર્ષની વયના બાળકો સામેલ થઈ શકે છે. કોન્ટેસ્ટમાં સામેલ થવા માટે ૧૦ મે, ૨૦૧૯ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે અને રજિસ્ટ્રેશન વાપીના મેક્સ સ્ટોરમાં થઈ શકશે. જ્યારે ઓડિશનનું આયોજન ૧૧ મે, ૨૦૧૯ ના રોજ હોટલ ફોર્ચ્યુન ગેલેક્ષી, વાપી ખાતે કરાયું છે. જે સવારે ૧૧ વાગ્યા થી શરુ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY