મહિલાએ દેકારો મચાવતા દોડી આવેલા લોકોએ રાજેશ કુસ્વાહને ઝડપી પાડયો
સુરત, તા. ૧૧
પુણા ગામમાં મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસી જઈ બાથમાં ભરી લેતા મહિલાએ બુમાબુમ કરી મુકી હતી. જેથી લોકો દોડી આવ્યા હતા અને આરોપીને પકડી પાડી પુણા પોલીસને હવાલે કર્યા હતા.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણાગામ સીતાનગર ચોકડીની બાજુમાં મારૂતિનગરમાં રહેતો રાજેશ રાજેશભાઈ કુસ્વાહ ફરિયાદીની એકલતાનો લાભ ઉઠાવી ફરિયાદીના ઘરમાં ઘૂસી જઈ ફરિયાદી મહિલાને બાથમાં ભરી લઈ શારીરિક અડપલાં કરતા ફરિયાદીએ બુમાબુમ કરી મૂકી હતી. જેથી લોકોએ જોડી આવી આરોપી રાજેશ કુશ્વાહને પકડી લઈ પુણા પોલીસને હવાલે કર્યો હતો. પુણા પોલીસે ફરિયાદ નોંધી કાયડદેસરની કાર્યવાહી કરી હતી. સામાપક્ષે આરોપીએ સુરજસિંહ પુરણસિંહ કુશ્વાહએ માર માર્યાની ફરિયાદ આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




