વાનહચાલક પાસેથી ગેરકાયદેસર પૈસા પડાવનાર એએસઆઈને સસ્પેન્ડ કરાયા

0
7

સુરત,તા.૧૧
બે દિવસ પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ દરમિયાન વાહન ચાલક પાસેથી ખોટી રીતે ૫૦૦ રુપિયા પડાવી લેનાર ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થયો હતો. સુરતના ઉતરાણ ખાતે રહેતા મિલન અરવિંદભાઈ દેસાઈએ સુરત પોલીસ કમિશ્નરને આ અંગે વીડિયો સાથે લેખિત ફરિયાદ કરી હતી. જે ફરિયાદને અનુસંધાને અંતે એ.એસ.આઈ.ને સસ્પેન્ડ કરાયાં છે.સસ્પેન્ડ કરાયેલા આર.જે. પરમારે વાહન ચેકીંગ દરમિયાન એક વાહનચાલકને ઉભા રાખી ૧૦૦૦ રુપિયાની માંગ કરી હતી. દરમિયાન ૫૦૦ રુપિયામાં સમાધાન કર્યું હતુ. પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ રહી હતી.
અરજદારે ખાનગી રીતે પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલી માંગને રેકર્ડ કરી લીધી હતી.સૂરતમાં લાંચિયા ટ્રાફિક પોલીસ કર્મીને બરતરફ કરાયાઅરજદારે જાહેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે એ.એસ.આઈ. પાવતી જાઈતી હોય તો ઓછામાં ઓછા ૧૦૦૦ રુપિયાની માંગ કરી રહ્યાં છે. દરમિયાન અરજદાર પાસેથી ૫૦૦ રુપીયાની નોટ લઈ પોતાના ખિસ્સામાં મુકતા નજરે ચઢી રહ્યાં છે. આ વીડિયો સુરત સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ જતા પોલીસતંત્ર સામે લોકોએ જાતભાતની કટાક્ષ કર્યા છે. તેમજ આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY