નેત્રંગ :
નેત્રંગ સ્વામીનારાયણ મંદિરમાં પાટોત્સવ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમઁદા જીલ્લાના વનવાસી વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ આદીવાસી સમાજ અને આત્મીય સમાજના આસ્થાના પ્રતિક સમાન નેત્રંગ સ્વામીનારાયણ મંદિરને ૨૧ વષઁ પુણઁ થતાં પાટોત્સવ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભગવાન સ્વામીનારાયણના ચરણોમાં ૧૦૦ જેટલી અન્નકુટની વાનગીનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો,
જેમાં સોખડાવાસી આત્મીય સમાજના પ્રાણ સ્વરૂપ ગુરૂહરિ પરમ પુજ્ય,હરિપ્રસાદ સ્વામીએ ૯ ફેબ્રુઆરી ૧૯૯૬ના રોજ નેત્રંગમાં સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરી હતી,જેમાં હરિપ્રસાદ સ્વામીનો આદીવાસી વિસ્તારમાં મંદિરની સ્થાપના કરવાનો મુખ્ય આશય હતો કે, આદીવાસી સમાજના લોકો દારૂ જેવા વ્યસનનો ત્યાગ કરી ધામિઁકતાના માગઁ તરફ વળે,જેનો પરચો સમંયાતરે આ વિસ્તારની પ્રજાની થયો છે,જેથી મંદિર માટે નેત્રંગ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારના લોકોમાં ભારે શ્રધ્ધા જોવા મળી રહી છે,જ્યારે પાટોત્સવ મહોત્સવની ઉજવણીમાં સંતપ્રસાદ સ્વામી,દાસ સ્વામી,શાસ્ત્રીજી સ્વામી,પ્રિયદશઁન સ્વામી ભકિતવલ્લભ સ્વામી,નેત્રંગ મામલતદાર બી.કે તડવી,જંબુસરના પુવઁ ધારાસભ્ય કિરણ મકવાણા સહિત વાલીયા,ઝઘડીયા,નેત્રંગ,ડેડીયાપાડા અને સાગબારા તાલુકા સહિત અંતરિયાળ વિસ્તારમાંથી આવેલા હરિભકતોની ઉપસ્થિતિમાં મહાપુજા અને સત્સંગ સભા યોજાય હતી,જેથી ઉપસ્થિત હરિભકતોમાં ભગવાન સ્વામીનારાયણ અને સંતગણમાં આસ્થાના દશઁન જોવા મળ્યા હતા.
જ્યારે નેત્રંગ સ્વામીનારાયણ મંદિરના સંત ભકિતવલ્લભ સ્વામીએ જણાવ્યુ હતુ કે,સ્વામીનારાયણ મંદિરના સૌ આત્મીય સમાજના લોકો ધ્વારા અને હરિપ્રસાદ સ્વામીના આશિવૉદના કારણે આદીવાસી સમાજના લોકોને ધામિઁકકામમાં આટલા બધા રચ્યાપચ્યા જોયને આનંદ થઇ રહ્યો છે, જ્યારે આદીવાસી વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિર છેલ્લા ૨૧ વષઁથી અતુટ શ્રધ્ધા અને આસ્થા સાથે ધામિઁકતાનું કાયઁ કરે છે,જેનો ખુબ જ મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"