સુરતમાં શ્વાનનો આતંકઃ ઘર પાસે રમતી બે બહેનો પર જીવલેણ હુમલો કર્યો

0
7

સુરત,તા.૧૨
મેગાસીટીમાં દિનપ્રતિદિન રખડતાં ઢોરનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે આવો એક કિસ્સો અમદાવાદ બાદ સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં ફરી એક વાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સુરતના પિપોદરા ગામમાં ૨ બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. ઘટના બાદ બંને બાળકીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ છે. હાલ જાણવા મળતી માહિતી પ્રમાણે બંન્ને બાળકીની હાલત ગંભીર જણાઇ રહી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના કિમ નજીક આવેલા પિપોદરા ગામે શ્વાને ૨ બાળકીઓ પર હુમલો કરતા ભયનો માહોલ ફેલાયો છે. જેમાં નાની બહેનને છોડાવા જતા શ્વાને મોટી બહેન ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં પ્રિયા અને શિવાંગી નામની બંને બાળકીઓને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આવી એક અન્ય ઘટના અમદાવાદમાં બની હતી. શનિવારે અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં એક વૃદ્ધાને રખડતા ઢોરે હવામાં ફંગોળ્યા હતા. આ ઘટનામાં વિફરેલી એક ગાયે વૃદ્ધાને શિંગડે ચડાવી હવામાં ઉછાળ્યા હતા. આ ઘટના બાદ વૃદ્ધાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY