સુરત,તા.૧૨
આજે મધર્સ-ડે છે. આજે મધર્સ-ડેને લઇને માતાઓની અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક નિષ્છુર માતાની કહાની સામે આવી છે. આ ઘટના બાદ પોલીસે સુરતમાં વરાછાની નિષ્ઠુર માતાની ધરપકડ કરી લીધી છે. પોલીસે હાલ માતાની પુછપરછ કરી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતની માતાએ પોતાની દોઢ માસ અગાઉ બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ જાણે બાળકીની માતાને શું મજબૂરી હશે તેને પોતાની નવજાત બાળકીને કચરાપેટીમાં ફેંકી ફરાર થઇ ગઇ હતી. કમનસીબે કચરા પેટીમાંથી મળેલી બાળકીનું મોત થયું હતું. પરંતુ આજે અંતે માતૃદિવસે પોલીસને બાતમીના આધારે માતાની ધરપકડ કરી લીધી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વરાછા વિસ્તારમાં દોઢ મહિના પહેલાં એક બાળકીને કચરા પેટીમાં ત્યજી દેતા મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અને નિષ્ઠુર માતા વિરુદ્ધ વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. વરાછા પોલીસને આજે બાળકીને તરછોડી ગયેલી માતાની બાતમી મળતા માતાની ધરપકડ કરવામાં આવી છે. આજે મધર્સ-ડેના દિવસે નિષ્ઠુર માતાની ધરપકડ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દોઢ મહિના પહેલાં બાળકીને ત્યજી દઈ મોતને ભેટના નિષ્ઠુર માતા વિરૂદ્ધ ચોતરફથી ફિટકાર વરસાવવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




