સાગબારાના મીઠીયાસાદ થી તેલ ગામ જાન માં જાનઈયાઓ લઈ જતો ટેમ્પો માર્ગમાં પલ્ટી ખાતા ચીસાચીસ ના દ્રશ્યો બાદ તાત્કાલિક સાગબારા 108 ઘટના સ્થળે પોહચી
રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મીઠીયાસાદ ગામથી જાન લઈ નીકળેલો ટેમ્પો માર્ગમાં પલ્ટી જતા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા તાલુકાના મીઠીયાસાદ ગામથી તેલ ગામે જઈ રહેલા જાન ના માણસો ભરેલો ટેમ્પો નં.જીજે 05 એવી 7325 જાનઇયાઓ લઈ નીકળ્યો હતો ત્યારે પુરપાટ જતો આ ટેમ્પો સાગબારાના પાટલામહુ પાસે બપોરે લગભગ 3 વાગે અચાનક પલ્ટી ખાતા ટેમ્પો માં ભરેલા જનાઇયાઓ ફંગોળાઈ જતા બૂમાબુમના દ્રશ્યો સર્જાયા હતા ત્યારબાદ સાગબારા 108 ને જાણ કરતા તાત્કાલિક 108ના પાયલોટ દિલીપ તડવી અને ઈ એમટી વિદ્યાબેન વસાવા ઘટના સ્થળે પહોંચ્યા બાદ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકના દવાખાને પહોંચાડ્યા હતા જેમાં જાણવા મળ્યાં મુજબ કુલ 25 જેવાને ઈજાઓ થઈ હતી તેમાંથી પાંચેક વ્યક્તિઓને ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક રાજપીપળા સિવિલ પહોંચાડ્યા હતા હાલ આ લખાય છે ત્યાંરે સાંજે 6 વાગ્યા સુધીમાં 108 ની ત્રણ એમ્બ્યુલન્સ દર્દીઓને રાજપીપળા ખાતે ખસેડવામાં કામે લાગી હતી સાંજ સુધીમાં લગભગ 10 ઇજાગ્રસ્તોને રાજપીપળા રીફર કરાયા હતા .હાલ કોઈ મૃત્યુ થયાની જાણ થઈ નથી પરંતુ પાંચ જેવાને ગંભીર ઇજા થઈ છે .પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





