લગ્ન નહીં કરે તો યુવતીને બદનામ કરી દેવાની ધમકી
સુરત, તા. ૧૩
રૂસ્તમપુરા પારસીવાડનો શહેજાદ ડુમાસિયા યુવતીનો પીછો કરી લગ્ન કરવાનું દબાણ કરી લગ્ન નહીં કરશે તો બદનામ કરવાની ધમકી આપી હતી.
પણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૂસ્તમપુરા પારસીવાડીમાં રહેતો શહેજાદ ડુમાસિયાએ સામે પુણાથી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી શહેજદા ડુમાસિયાએ ફરિયાદી યુવતીનો અવાર નવાર પીછો કરી ફોન કરી હેરાન-પરેશાન કરતો હતો ગત તા. ૧૨/૫/૧૯ના રોજ ફરિયાદીના ઘરે આવી મનફાવે તેમ બોલી ફરિયાદીના પિતાને જણાવેલ કે તમારી દીકરીને સમજાવો મારી સાથે લગ્ન કરશે તો મારી પાસે ફોટા છે. બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. પુણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



