સુરત, તા.૧૩
ઈચ્છાપોર કવાસ ખાતે ત્રણેક દિવસ પહેલાં ખોવાઈ ગયેલો મોબાઈલ ફોન એક આરોપી પાસે જાતા પરત આપવા બાબતે ઝઘડો થતા ચાર ઈસમોએ મજૂરના પુત્ર તથા તેમના ભત્રીજા પર લાકડાના ફટકા વડે હુમલો કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઈચ્છાપોર પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વતની અને હાલમાં ઈચ્છાપોર-કવાસ ગામ ખાતે ચીમનભાઈ તેરસિંગ આમલીયાર રહે છે. ત્રણેક દિવસ પહેલાં ચીમનભાઈના પુત્ર પંકજનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો. જે મોબાઈલ ફોન આરોપી કાળુભાઈ ભુરીયા પાસેથી મળી આવતા તેમણે મોબાઈલ ફોનની માંગણી કરતા ઉશ્કેરાઈ જઈ કાળુભાઈ, ફત્તેભાઈ ડામોર, અમુભાઈ ડામોર તથા વજેસિંગ ડામોર વગેરેઓએ લાકડાના ફટકા વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમણે ઈચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




