મિલેનિયમ માર્કેટ ચોરી પ્રકરણ
પોલીસે ઝડપી પાડેલા બન્ને ચોરના રિમાન્ડ માગતી પોલીસ
સુરત, તા. ૧૩
રિંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટની ત્રણેક કાપડની દુકાનોની ચોરી પ્રકરણમાં સલાબતપુરા પોસે ધરપકડ કરેલા બે આરોપીઓની પ્રાથમિક પૂછ-પરછ દરમિયાન તેઓને પોટલા દીઠ રૂ. એક હજાર રૂ. કમિશન આપવામાં આવતુ હોવાની વાત જણાવી હતી. જોકે, આજે બપોરે તેઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માગણી કરી હોવાનું પીએસઆઈ ડી.એમ રાઠોડ જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત ગુરૂવારના રોજ રિંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટની ત્રણેક કાપડની દુકાનનો તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિક્યુરિટી જવાનો આવી જતા તસ્કરો ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસ મથકાં ફરિયાદ નોંધાવવામાં આવતા આ ગુનાની તપાસ બેગમપુરા પોલીસચોકીના પીએસઆઈ ડીએમ રાઠોડને સોંપવામાં આવી હતી. જોકે, પોલીસે શરૂ કરેલી ઘનિષ્ઠ તપાસ દરમિયાન રાજસ્થાની ગેîગના ઈન્દરલાલ, ભીમશંકર જોષી, જિતેન્દ્ર જગદીશ જોષીની ધરપકડ કરી હતી. પોલીસે શરૂ કરેલી પ્રાથમિક પૂછ-પરછ દરમિયાન આ બન્ને આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે, પોટલા દીઠ રૂ. ૧ હજાર રૂ. કમિશન મળતું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



