ગુજરાત વિકાસ સમિતિના ઉપક્રમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો

0
8

૧૮માં સમૂહ લગ્ન સમારંભમાં ૫૧ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા
સુરત, તા.૧૩
ગુજરાત વિકાસ સમિતિ આયોજિત ૧૮મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી. બાઇક ચલાવશે ત્યારે હંમેશા હેલ્મેટ અને કાર ચલાવશે ત્યારે સીટબેલ્ટ પહેરવાના સંકલ્પ સાથે સમૂહ લગ્નમાં ૫૧ વરરાજાને ભેટમાં હેલ્મેટ અપાયા હતા.
ગુજરાત વિકાસ સમિતિ દ્વારા દરેક સમૂહ લગ્ïનમાં લોકજગૃતિના મેસેજ આપવામાં આવે છે. આ વખતે ૧૮માં સમૂહ લગ્નનું નામ સ્નેહના વાવેતર રાખવાની સાથે હેલ્મેટ અને સીટબેલ્ટ સંદર્ભે જાગૃતિ લાવવા વરરાજા પાસે સંકલ્પ લેડવાયા હતા. આ સમૂહ લગ્નમાં ૫૧ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સાથે જ વરરાજાને હેલ્મેટ ભેટમાં આપવા સાથે હંમેશા હેલ્મેટ પહેરવાનો સંકલ્પ લેવડાવાયો હતો. જ્યારે મધર ડેની ઉજવણી નિમિત્તે દરેક કન્યા પોતાના સાસુ સસરાને માતા પિતા માને અને વરરાજા સાસુ સસરાને માતા-પિતા માને તેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત વર વધુના માતા પિતા સાથે મહેમાનોને વૃક્ષ ભેટમાં આપવામાં આવ્યા હતા.
આ સમૂહ લગ્નમાં ૫૧ યુગલોએ સમાજના આગેવાનોની હાજરીમાં પોત પોતાના રિવાજ અનુસાર પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે યુગલોને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્ના હતા. વધુમાં કન્યાને કરિયાવરની સાથે સાથે ડસ્ટબિન પણ ભેટમાં અપાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY