ડુપ્લીકેટ ચાવીથી દુકાન ખોલવામાં આવી હતી
સુરત, તા.૧૩
રિંગરોડ મિલેનિયમ માર્કેટ-૧ની બે દુકાનમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરતી પાંચ જણાંની ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભારે ચકચાર જગાવનાર આ પ્રકરણમાં પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેપારી અંકીતકુમાર દેવીચંદ્રની દુકાન સહિત બે દુકાનના તાળા ડુપ્લીકેટ ચાવીની મદદથી ખુલતા પાંચ અજાણ્યા ઈસમો સીસીટીવી ફુટેજમાં નજરે પડતા હતા. આ ચોરોએ સાડીના બે પોટલા બનાવી પોટલા ત્યાં જ મુકી દઈ નાસી ગયા હતા. સલાબતપુરા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી આ ચોર ટોળકીની તપાસ હાથ ધરી છે.
આરકેટી માર્કેટની જેમ જ નકલી ચાવીથી મિલેનિયમ માર્કેટની દુકાનમાં ચોરીના પ્રયાસ કરતા માર્કેટના દુકાનદારોએ ભારે હોબાળો મચાવી દેતા પોલીસે ગુનો નોંધી વિસ્તૃત તપાસ આદરી આખાય પ્રકરણને ભેદવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



