બાઈકને આગ ચાંપતી મહિલા સીસીટીવીમાં થઇ કેદ

0
13

સુરત,તા.૨૯
લિંબાયત વિસ્તારમાં થોડા સમય બાદ ફરી પાર્ક કરેલી બાઈકમાં આગ લાગવાના બનાવ સામે આવ્યો છે. શુક્રવારની મોડીરાત્રે મારૂતિ નગર નજીક ઉમર ફારૂક
મÂસ્જદ પાસે બે બાઈક સળગાવી દેવાતા સ્થાનિકોમાં રોષ જાવા મળ્યો હતો. સીસીટીવી ચેક કરતાં એક મહિલા બાઈક પર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાસી જતી જાવા મળી હતી. લિંબાયત પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ બનાવ કંઈ પહેલો નથી. અવારનાવર બાઈકો સળગાવવાની ઘટનાઓ બને છે. પરંતુ પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતી હોવાથી અસામાજિક તત્વોની હિંમત વધતાં તેઓ આ પ્રકારના કામ કરતાં હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY