કમેલા દરવાજા પાસે રાહદારી મહિલાનું પાકીટ લૂંટી લેવાયું

0
30

લેપટોપ, હાર્ડડીસ્ક, રોકડા રૂપિયા સહિતનું પાકીટ આંચકી લેવાયું
સુરત, તા.૧૪
શહેરમાં દિવસે દિવસે ચીલઝડપના બનાવોનો ઉત્તરોત્તર વધારો નોંધાતો જાય છે. ગઈકાલે રિંગરોડ કમેલા દરવાજા બ્રીજ નીચે બનેલા વધુ એક બનાવમાં બાઈકર્સ ગેંગ મહિલા પાસેનું ૯૧૦૦૦ની મતા ભરેલુ પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેસુ વીઆઈપી રોડ પર આવેલી નંદીની વિભાગ -૩ નામની બિલ્ડિંગમાં રહેતાં રાધિકાબેન ગંગારામ મોહંતો ગઈકાલે રિંગરોડ કમેલા દરવાજા પુલ નીચે યુનિવર્સલ માર્કેટના ગેટ સામેથી પગપાળા જતા હતા. ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા રાધિકાબેન પાસેનું ૨,૪૦,૦૦૦નું લેપટોપ, ૧૦૦૦૦ ટીબીની હાર્ડ ડીસ્ક, રોકડા રૂ.૧૦૦૦, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ મળી કુલ રૂ.૯૧૦૦૦ની મતા ભરેલુ પર્સ ખેંચી ભાગવામાં સફળ થયા હતા. ચીલ ઝડપના બનાવ અંગે રાધિકાબેને સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY