ઓટોરિક્ષા લઈને ફરતી ચોર ટોળકીએ વધુ એક શિકાર પાર પાડ્યો
સુરત, તા.૧૪
શહેરમાં રિક્ષા ચાલક ચોર ટોળકીનો ત્રાસ યથાવત રહ્ના છે. જેમાં સ્મીમેર હોસ્પિટલ પાસે રિક્ષામાં જઈ રહેલા અડાજણના યુવકની નજર ચૂકવી પેન્ટના ગજવામાંથી રૂ.૨૯૦૦૦ ચોરી રિક્ષા ચાલક ટોર ટોળકી ફરાર થઈ ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ સ્થિત હનીપાર્ક રોડ પર સીતારામનગરની બાજુમાં આવેલી સ્વિટ રેસીડેન્સી સોસાયટીના મકાન નં.એ/૨૦૩માં રહેતા વેપારી રાજેશભાઈ રમણિકલાલ દવે રિક્ષામાં બેસી સ્મીમેર હોસ્પિટલના ગેટ સામેથી પસાર થતા હતા. તયારે રિક્ષામાં સવાર પેસેન્જરના સ્વાંગમાં અજાણ્યા રાજેશભાઈના પેન્ટના ખિસ્સામાં રહેલા ૨૯૦૦૦ ચોરી લીધા હતા. બાદમાં રાજેશભાઈ રેલવે ગરનાળા પાસે ઉતરી બહારગામ જતા રહ્ના હતા. જોકે ૧૨ તારીખે બનેલા આ બનાવ અંગે બીજા દિવસે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



