બાઈક સવારો વેપારીની પત્નીનું પાકીટ ઝુંટવી ગયા
સુરત, તા.૧૪
સહારા દરવાજા ચાર રસ્તા પાસે આવેલા ટ્વિન ટાવર સામે રોડ પર ઓટો રિક્ષામાં જઈ રહેલા પુણાના દંપતિ પૈકી વેપારીની પત્ની પાસેનું રૂપિયા ૧૬૪૦૦ના દાગીના ભરેલુ પર્સ બાઈક પર આવેલા બે અજાણ્યા ઝુંટવી ફરાર થઈ ગયા હતા.
સુરત શહેરના પરવત પાટીયા ખાતે આવેલી રંગઅવધુત સોસાયટીના તુલસી એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી મનોજભાઈ અોમપ્રકાશ લખોટિયા મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલા કિશનગઢ તાલુકાના વતની છે. વેપારી મનોજભાઈ લખોટિયા અને તેમની પત્ની ગઈકાલે ઓટોરિક્ષામાં બેસી જતા હતા. ત્યારે સહારા દરવાજા ચાર રસ્તા પાસે આવેલા ટ્વિન ટાવર સામે રોડ પર બાઈક સવાર બે અજાણ્યા વેપારી મનોજભાઈની પત્ની પાસેનું રૂ.૪૦૦૦નો મોબાઈલ રૂ.૫૦૦૦ની સોનાની બે બુટ્ટી, પગમા પહેરવાની વીંટી, કાંડા ઘડિયાળ મળી કુલ રૂ.૧૬૪૦૦ની મતા ભરેલુ પર્સ આંચકી ફરાર થઈ ગયા હતા. પર્સની ચીલઝડપના બનાવ અંગે વેપારી મનોજભાઈ લખોટિયાએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે પીએસઆઈ જે.પી. ગુપ્તાએ વધુ તપાસ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



