પતિ એકલો ફરવા ઉપડી જતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી

0
9

પતિએ પ્રવાસના ફોટો ફેસબુક પર અપલોડ કરતા પત્નીને માઠું લાગ્યું
સુરત, તા.૧૪
પત્નીને પિયરે મુકી કુટુંબ સાથે પતિ બહારગામ ફરવા જઈ ફોટા પાડી ફેસબુક ઉપર અપલોડ કરતા પત્નીને ખોટું લાગી આવતા ઝેરી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
કામરેજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલાં પ્રિયાબેન સાગરભાઈ ખોખલીયાના લગ્ન થયા હતા. છેલ્લા ૨૫ દિવસથી પ્રિયાબેન નવાગામ ભવાની કોમ્પલેક્ષ ખાતે પિયરમાં રહેતી હતી. આ તરફ પતિ કુટુંબ સાથે બહારગામ ફરવા જઈ ફોટા પાડી ફેસબુક ઉપર અપલોડ કરતો હતો. આ ફોટા જોતા પ્રિયાબેનને ખોટું લાગી આવ્યું હતું અને બાથરૂમમાં જઈ ટોઈલેટ ક્લીનર જેવું પ્રવાહી પી જઈ આત્મહત્યાની કોશિશ કરી હતી. કામરેજ પોલીસે જાણવા જાગ નોંધ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY