ટાયટલ કલીયર મિલ્કતો ઘોંચમાં પાડવાનો પ્રયાસ
સુરત, તા.૧૪
કામરેજના નવાગામની સીમમાં આવેલ સરગાર નગરની બે મિલ્કતના ટાઈટલ ઘોંચમાં નાંખતા બોગસ દસ્તાવેજો બનાવનારા સામે કામરેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
કામરેજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સીમાડા નાકા રણછોડ નગરમાં રહેતાં રાહુલ ભગવતીલાલ શાહની મિલ્કત નવાગામ સહકાર નગરમાં આવેલી છે. આરોપી વિજયકુમાર કરમશી લાંગડીયા, હરેશ વલ્લભ કોટડીયાએ આ મિલ્કતનું ટાઈટલ ઘોંચમાં નાંખવા માટે બનાવટી દસ્તાવેજ બનાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. કામરેજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




