બીઆરટીએસ બસે અકસ્માત કરતા લોકોના ટોળા ઉમટ્યા
સુરત, તા.૧૪
બીઆરટીએસ રટ ઉપર આજે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુણા સમ્રાટ સ્કૂલની પાસે બીઆરટીએસનો રૂટ ક્રોસ કરતી માં-દિકરી પૈકી માતાને બસે અડફેટમાં લેતા માતાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયુ હતું. પુણા પોલીસ ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણા અક્ષર ટાઉનશીપમાં રહેતાં કુસુમબેન કનૈયાલાલ શર્મા પોતાની દિકરી સાથે આજે સવારે દસ વાગે સમ્રાટ સ્કૂલ પાસે બીઆરટીએસનો રૂટ ક્રોસ કરતા હતા. ત્યારે યમદુત બનીને ધસી આવેલી બસે અડફેટમાં લેતા દિકરીનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે માતા કુસુમબેનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પુણા પોલીસે ઘટના સ્થળે ધસી જઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




