મિલેનિયમ માર્કેટના ચોરને પકડવા સુરત પોલીસ રાજસ્થાન ઉપડી

0
11

ઉમેશ જોષી દુકાનોના તાળાની નકલી ચાવી બનાવતો હતો
સુરત, તા.૧૪
રિંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટની ત્રણેક કાપડની દુકાનોના તાળા ડુપ્લીકેટ ચાવીથી ખોલી ચોરી કરવાના પ્રયાસમાં સંકળાયેલા મુખ્ય આરોપી ઉમેશ જાષીને પકડવા પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી છે. એવું તપાસ કરનાર પીએસઆઈ ડી.એમ. રાઠોડે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત ગુરૂવારના રોજ રિંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટની ત્રણેક કાપડની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાïસ કર્યો હતો. સલાબતપુરા પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો નોîધી તપાસ શરૂ કરી હતી. આ ગુનાની તપાસ કરનાર પીએસઆઈ ડી.એમ. રાઠોડે ઈન્દરલાલ જાષી તથા જીતેન્દ્ર જેષીની ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાંડની માંગણી કરી હતી. રિમાંડ અરજીમાં પોલીસે જણાવ્યું હતું કે, આ ગુનાનો મુખ્ય અને ડુપ્લીકેટ ચાવી બનાવનાર આરોપી ઉમેશ જોષીને પકડવાનો બાકી છે. અન્ય કેટલા આરોપીઓ સંકળાયેલા છે અને આ અગાઉ તેઓએ ક્યાં ક્યાં ચોરી કરી હતી ? તેની તપાસ કરવાની બાકી છે. અદાલતે આ બંને આરોપીઓના ૧૫મી મે સુધીના રિમાંડ મંજુર કર્યા હતા. જ્યારે મુખ્ય આરોપી ઉમેશ જેષીની ધરપકડ કરવા માટે પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY