ઉંભેળ ગામે બરોડા બેંકના નવા પરિસરનું લોકાર્પણ કરતા જીએમ

0
19

કામરેજ તાલુકાના ૪૫ ગામોને વર્ષોથી અવિરત સેવા આપી રહી છે
સુરત, તા.૧૪

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઊભેળ ગામે બેંક ઓફ બરોડાની શાખાના નવા પરિસરનું ઉદ્ઘાટન બેંકના જનરલ મેનેજર (ચીફ કોઓર્ડિનેશન) એગ્રીકલ્ચર અને ફાયનન્સીયલ ઇનકલુઝન વિભાગ, શ્રી બી.આર.પટેલના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રીપટેલે જણાવ્યું હતું કે, ઉંભેળ શાખા છેલ્લા ૪૬ વર્ષોથી એટલે કે ૧૯૭૩ થી કાર્યરત છે અને ગ્રાહકોને અવિરત પણે સેવા આપી રહી છે. આ શાખા કામરેજ તાલુકાની સૌથી પહેલી શાખા છે જેના સર્વિસ એરિયામાં ૪૫ થી વધારે ગામોનો સમાવેશ થાય છે. આજે બેંક ગ્રાહકો અને જનતાની માંગણીને માન આપી શાખાનું એક નવા પરિસરમાં વધારે સારી ગ્રાહક સેવા આપી શકાય તે માટે સ્થાનાંતર કરવામાં આવ્યું છે.
વધુમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, બેંક કિસાનો માટે એક નવી યોજના લાવી રહી છે જે ખેડૂત મિત્રોને બહુજ ઉપયોગી થઇ પડશે. બેન્કિંગ ક્ષેત્રમાં બેંક ઓફ બરોડા સૌપ્રથમ બેંક છે કે, જેણે ખેડૂતોની જરૂરિયાત ધ્યાનમાં રાખી કિસાન પખવાડિયા દ્વારા વિવિધ અવેરનેસ કેમ્પોનું આયોજન કરી ખેડૂતોને કૃષિલક્ષી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. પાછલાં વર્ષ માં બેંક ઓફ બરોડાએ ૯૦૦૦ જેટલા સમગ્ર ભારતમાં અવેરનેસ કેમ્પોનું આયોજન કર્યું છે.
બેંક ગ્રાહકો ને પોતાની જરૂરિયાત મુજબ કૃષિ ધિરાણ તથા ખેતી વિષયક ધિરાણ ઉપલબ્ધ કરી રહી છે. બેંકના રિજનલ મેનેજર શ્રી કે. કે. સિંગએ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, બેંક પ્રગતિના નવા શિખરો સર કરી રહી છે. બેંક ગોલ્ડ લાન, કાર લાન, હોમ લાન, મુદ્રા લાન જેવી અનેક યોજના દ્વારા ગ્રાહકોની જરૂરિયાત મુજબ ત્વરીત ધિરાણ આપી રહી છે. બેંક હંમેશા ઉત્તમ ગ્રાહક સેવા આપવા અવિરત પ્રયાસો કરી રહી છે.
આ પ્રસંગે ડેપ્યુટી રિજનલ હેડ શ્રી મનોજ ગુપ્તા, ચલથાણ સુગરના ચેરમેન શ્રી કેતન પટેલ તથા મનહરભાઈ પટેલ, સરપંચશ્રી દર્શન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા શાખા ના અને રિજનલ ઓફીસ ના સ્ટાફએ બહુ જહેમત ઉઠાવી હતી. અંતમાં શાખા મેનેજર શ્રી દેવ નારાયણ મહતો એ મહેમાનોની આભારવિધિ કરતા શાખા બમણા ઉત્સાહથી કામ કરી ગ્રાહકોની સેવા વધારે સારી રીતે આપવાની કોશિશ કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY