તા.૨૦’મીથી માર્શલ આર્ટ અને કરાટે તાલીમ કેમ્પનું આયોજન

0
7

કેમ્પમાં ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકશે
સુરત, તા.૧૪
સુરત જિલ્લા કુસ્તી-જુડો તથા ગુજરાત ટ્રેડિશનલ કરાટે ફેડરેસન ઓફ સ્પોર્ટસ તથા સેન્ટ્રલ સ્કૂલ ઓફ માર્શલ આર્ટની સુરત શાખા તરફથી ૫ થી ૪૦ વર્ષના ભાઈ બહેનો માટેનો માર્શલ આર્ટનો તથા કરાટે કેમ્પ તા.૨૦-૫-૨૦૧૯ થી તા.૩૧-૧૨-૨૦૧૯ સુધી સવારે, સાંજે ૬ થી ૮ વાગ્યા દરમ્યાન આર્ય સમાજ મંદિર, સોની ફળીયા, સુરત યુરો સ્કૂલ પાસે, તાડવાડી મો.નં.૯૩૭૬૯૪૫૨૬૯ તથા નાવડી અોવારા પાસે નાનપુરા તેમજ સતીદેવી મંદિરની બાજુમાં, સીટીલાઈટ પર શરૂ થનાર છે.
રસ ધરાવતા ભાઈ-બહેનોએ પોતાના પ્રવેશપત્રો આર્ય સમાજ મંદિર, સોની ફળીયા, સુરત ખાતે સાંજે ૫ થી ૮ દરમ્યાન પોતાના પ્રવેશપત્રો હેમંતભાઈ ભટ્ટ મો.બ.નં.૯૩૭૬૯૪૫૨૬૯ તથા જલ્પા ૯૮૦૦૦૯૨૯૬૯૧, નીતિનભાઈ કહાર, જીતેન્દ્ર સુરતી તેમજ ધનેશભાઈ રાણાનો આર્ય સમાજ મંદિર, સોની ફળીયા સુરત સાંજે ૫ થી ૮ દરમ્યાન સંપર્ક કરી પ્રવેશપત્રો મેળવી લેવા પાછળથી આવનારને પ્રવેશ મળશે નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY