ખાનગી હોસ્પિ.ની ભૂલને કારણે બાળકી રઝળી પડી, માતા-પિતા ફરાર

0
8

સુરત,તા.૧૪
નવમી મેના રોજ તાજા જન્મેલા બાળકને સિવિલ હોસ્પિટલમાં લાવેલા માતા પિતા તેને નોધારૂં છોડીને ફરાર થઈ ગયાં છે. ખાનગી હોસ્પિટલમાં જન્મેલા બાળકને સિવિલ હોસ્પિટલના એનઆઈસીયું વોર્ડમાં બાળકની જગ્યાએ બદલાઈને બાળકી મળી ગઈ હોવાનો આક્ષેપ કરી માતા પિતાએ હોબાળો મચાવ્યા બાદ ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવે તે પહેલા યુપીવાસી માતા-પિતા પલાયન થઈ જતાં સિવિલ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સિવિલના આરએમઓએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલના સર્ટીમાં ભૂલ હતી બેબી ગર્લની જગ્યાએ બેબી બોય લખી દીધું હતું.
સિવિલ હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું કે, બાળકીનો જન્મ જે ખાનગી હોસ્પિટલમાં થયો હતો તેમણે લેટરમાં બેબી ગર્લની જગ્યાએ બેબી બોય લખી દેતા મૂંજવણ ઉભી થઈ હતી. પરિવારને દીકરી જ જન્મી હોવાનું તારણ છે છતાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે.જેનો રિપોર્ટ આવતા એક મહિના જેટલો સમય લાગશે.હાલ પરિવાર જતું રહ્યું હોવાથી સિવિલના સત્તાધીશો દ્વારા પોલીસને જાણ કરીને પરિવારને શોધવા ફરિયાદ કરાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY