સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર ધર્મેશ કંથારિયાની ધરપકડ

0
10

ધિક્કારની લાગણીને પ્રોત્સાહિત કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હતી
સુરત, તા. ૧૫
સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક ભાવનાને ભડકાવનારી પોસ્ટ મૂકનાર સણિયા હેમાદની ધર્મેશ કંથારિયાની ધરપકડ કરવામાં આવી હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સણીયા હેમાદ ગામ આનંદ નગરમાં રહેતો ધર્મેશ કંથારિયાએ પોતાના મોબાઈલ ફોન દ્વારા ફેસબૂક, વ્હોટઅપના માધ્મયથી જુદા-જુદા ધાર્મિક માનવીય અને જૂથો વચ્ચે દુશ્મનાવટ અને ધિક્કારની લાગણીને પ્રોત્સાહન આપતી પોસ્ટ કરી ગુનો કર્યો હતો. સરથાણા પોલીસે વિશાલસિંહ મહેન્દ્રસિંહ મેઘાતની ફરિયાદ નોXધી આરોપી ધર્મેશ કંથારિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈહતી.
સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા લોકો માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો છે કારણ કે કેટલાક લોકો ઈરાદાપૂર્વક તો કેટલાક લોકો અજ્ઞાનતાના કારણે સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મોકલતા હોય છે અને આવી પોસ્ટના ઘાતક પરિણામો પણ ઉદભવતા હોવાના કારણે પોલીસે જાહેર શાંતિ અને સલામતી અર્થે કાનૂની કાર્યવાહી કરવી પડતી હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY