રૂઘનાથપુરાના ફલેટમાં તસ્કરોએ છાપમારી
સુરત, તા. ૧૫
ઉધના અને મહિધરપુરા વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીના બે બનાવમાં રૂપિયા ૨.૫૫ લાખની મતા ચોરાઈ હતી.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના ભીમનગર આવાસ રૂમ નં. ૧૪૧૬૦૮માં તસ્કરોએ ત્રાટક્યા હતા. ફરિયાદી મોહન અરવિંદ કુમાવત, સોમનાથ કાર્તિક,મચ્છેન્દ્ર સીરસાડ તથા મીનાબેન જયરામના રૂપમાંથી સોના-ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી કુલ્લે રૂપિયા ૧,૩૫,૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા.
બીજા બનાવમાં રૂઘનાથપુરા કૃપા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૫૦૨માંથી અજાણ્યા તસ્કરોએ સોના-ચાંદીના દાગીની, રોકડી મળી કુલ્લે રૂપિયા ૧,૨૦,૦૦૦ની મતા ચોરી કરીગયા હતા. ફલેટ માલિક શીરિષ પ્રવીણચંદ્ર પેટીગરાએ મહિધરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




