સુરત શહેરમાં બાઈકર્સ ગેંગે મચાવેલો આતંક
લૂંટારૂ ટોળકીનો ભોગ બનનાર બંને મહિલાઓ ઘાયલ
સુરત, તા.૧૫
ખટોદરાના ઉધના વિસ્તારના રાયકા સર્કલ પાસે એક્ટીવાને પાછળથી લાત મારી બે મહિલાને ફેંકી દીધા બાદ અજાણ્યો રૂ.૯૦૦૦૦ની મતા ભરેલું પર્સ લૂંટી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના મેઈન રોડ ચંદ્રદીપ સોસાયટી પાસે આવેલા પટેલ નગરમાં રહેતાં જય વિજય નાગર જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જમીન દલાલ જયની પત્ની અને તેના ફોઈ ગત તા.૧૧મીના રોજ ખટોદરા વિસ્તારના રાયકા સર્કલ પાસે એક્ટીવા પર જઈ રહ્ના હતા. જ્યારે સ્પ્લેન્ડર મોટર સાયકલ પર આવેલો ૨૨ થી ૨૫ વર્ષીય ઈસમે એક્ટિવાને લાત મારતા એક્ટિવા પરથી જમીન દલાલ જય નાગરની પત્ની અને તેની ફોઈ નીચે પડી જતાં ઈજાગ્રસ્ત બન્યા હતા. બીજી તરફ એક્ટિવાને લાત મારનાર અજાણ્યો જમીન દલાલની ફોઈ પાસે રહેલું મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૯૦૦૦ની મતા લૂંટી ફરાર થઈ ગયા હતા. લૂંટના બનાવ અંગે જમીન દલાલ જય નાગરે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



