બીઆરસી પેટ્રોલ પંપ પાસે વેપારીને લૂંટી લેવાયો
સુરત, તા.૧૫
શહેરમાં બાઈકર્સ ગેîગનો આતંક આજે પણ યથાવત રહ્ના છે. જેમાં ઉધના બીઆરસી રિલાયન્સ પેટ્રોલ પંપની સામેથી પસાર થતા વેપારીનો ૭૫૦૦૦ની બે સોનાની ચેન ગળામાંથી આંચકી બાઈકર્સ ગેંગ ફરાર થઈ ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના સત્યનગર ખાતે રહેતાં આધેડ વેપારી કુવનસિંઘ, ઓમપ્રકાશ અરોરા ગત તા.૧૦મીના રોજ ઉધના બીઆરસી રિલાયન્સ પેટ્રોલ પંપની સામે રોડ પરથી પગપાળા જઈ રહ્ના હતા. ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા ૨૦ થી ૨૫ વર્ષીય ઈસમો કુવનોસંઘના ગળામાંથી રૂ.૭૫૦૦૦ની કિંમતની એક એક તોલા બે સોનાની ચેન લૂંટી લીધી હતી. તેમજ બંને લૂંટારૂ કુવનસિંઘને લાત મારી ભાગી ગયા હતા. જેમાં પડી ગયેલા કુવનસિંઘને ઈજા થઈ હતી. લૂંટના બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાય૪વાહી સાથે પીએસઆઈ પી.વી. સોલંકીએ વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




