ફાયર સેફટી સંદર્ભે સુરત ફાયર બ્રિગેડનું મેગા ઓપરેશન

0
8

સુરત શહેરના તમામ ઝોનમાં વહેલી સવારથી ફાયર બ્રિગેડે મોટા પાયે હાથે ધરેલી કાર્યવાહીમાં સંખ્યાબંધ, મોલ, એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ બિલ્ડિંગોને સલ મારવાની કાર્યવાહી શરૂ કરી
સુરત, તા. ૧૫
સુરત ફાયર બ્રિગેડ વિભાગની વિવિધ ટીમોએ શહેરના વિવિધ ૮ ઝોનમાં કાર્યરત એવા ૧૬ કોમર્શિયલ મોલમાં ફાયર સેફટીની સુવિધા અંગેની તપાસ શરૂ કરતા સમગ્ર પંથકમાં ફફડાટ છવાઈ ગયો હતો. જોકે કેટલાય મોલમાં ફાયર સેફટીની સુવિધા ન જોવા મળતા તેઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂક રવામાં આવી હોવાનું ચીફ ફાયર ઓફિસર બસંતલાલ પરીકે જણાવ્યું હતું.
સી.એફ.ઓ પરીકે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ફાયર સેફટી સુવિધા અંતર્ગત કોમર્શિયલ મોલ, ટયુશન કલાસમાં ફાયર બ્રિગેડ વિભાગે તપાસ શરૂ કરી હતી. જે મોલ અને ટયુશન કલાસીમાં ફાયર સેફટીની સુવિધા ન જાવા મળતા તેવા માહોલ અને ટયુશન સંચાલકોને નોટિસ પાઠવી તાત્કાલિક ફાયર સેફટીની સુવિધા અભિયાન અંતર્ગત આજે સવાર ૬ વાગ્યાથી વરાછા, અડાજણ, નાનપુરા, ઉમરા રોડ, વેસુ, અલથાણ ખાતેના કોમર્સિયલ- કોમ્પલેક્ષ- મોલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
મોટા વરાછાના ધારા આર્કેડ, અડાજણના ક્રિષ્ણા કોમ્પલેક્ષ, નાનપુરાના જલદર્શન એપાર્ટમેન્ટ, ઉન રોડના પ્લેટેનિયમ પ્લાઝા, અલથાણના શિવ સોમેશ્વર એન્કલેવ તથા વેસુ વિસ્તારના રિચમંડ પ્લાઝા સહિત ૧૬ મોલમાં ફાયર સેફટીની સુવિધા બાબતે શરૂ કરવામાં આવી હતી. આ ૧૬ કોમર્સિયલ મોલમાં કુલ્લે ૧૫૦૦ દુકાનો આવેલી છે. જે મોલમાં ફાયર સેફટીની સુવિધા ન જોવા મળતા ફાયર બ્રિગેડના અધિકારીઅોએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ ચિફ ફાયર ઓફિસર પરીકે જણાવ્યું હતું.
આ મેઘા ઓપરેશનમાં ૪ હોસ્પિટલો તથા દુકાનોનો સમાવેશ થાય છે. જેમાં ૮૫ ઈસમોને નોટિસ આપવામાં આવી છે આ સાથે કેટલાક મોલને સીલ મારવાની કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી હોવાનું ચિફ ઓફિસર બસંતલાલ પરીકે જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY