પીપલોદમાં સુમીત કલાનીનું અપહરણ કરનાર માથાભારે શાહરૂખ ઝડપાયો

0
5

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નાસતા ફરતા શાહરૂખને દબોચી લીધો
સુરત, તા. ૧૫
રૂપિયા એક કરોડની લેતીદેતી પ્રકરણમાં પીપલોદથી સુમિત ગંગાધર કલાણીનું અપહરણ કરનાર માથાભારે શાહરૂખની ડીસીબી પોલીસે ધરપકડ કરી હતી. આરોપી શાહરૂખને અપહરણની સોપારી સંદીપ અગ્રવાલે આપી હતી. આ ઘટના સંદર્ભે તા. ૨-૫-૧૯ના રોજ ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
ડીસબી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તા. ૦૨/૦૫/૨૦૧૯ ના રોજ ગોવર્ધન જીંજર હોટલ નજીકમાં પીપલોદ ખાતેથી ફરિયાદી સુમિત ગંગાધર કલાણીનાઓ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે પોતાની કારમાં ઘર તરફ આવી રહ્ના હતા ત્યારે આરોપી સંદીપ અગ્રવાલેતથા તેના સાગરિતોએ મળી સંદીપ અગ્રવાલના અગાઉના લેવા નીકળતા રૂપિયા બાબતેની અદાવતમાં ફરિયાદીનું તેની જ કારમાં અપહરણ કરી સચિન તરફના ખુલ્લા ખેતરો પાસે લઈ જઈ ફરિયાદીને આરોપીઓએ લાકડા ફટકા તથા ચપ્પુ બતાવી અપહરણ કરી ગુનો કર્યો હોય જે અંગે ઉમરા પોલીસ મથકે ગુનો નોંધાયેલ હતો.
આજરોજ પોલીસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમનાઓ માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઈન્સ્પેક્ટર ક્રાઈમ બ્રાંચનાઓની સૂચના મુજબ પોસઈ વી.વી. ભોલા તથા તેઓની ટીમના નિતેશ તનસુખભાઈ તથા દેવેન્દ્રદાન ગંભીરદાનનાઓએ બાતમી હકીકત આધારે લીંબાયત મીઠીખાડીત સનલ પાસેથી આરોપી ઉર્ફે ઉમર – અસલમ શાહ ઉ.વ. ૨૩ (રહે. એ/૪૧૬, બેઠી કોલોની મીટી ખાડી તીસનલ પાસે લીંબાયત) નાને પકડી પાડી કાયદેરસની કાર્યવાહી કરેલ છે. જેમાં મજકુર આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલ કે, સંદીપ અગ્રવાલના એક કરોડ રૂપિયા ફરિયાદી સુમિત કલાની પાસેથી લેવાના નીકળતા હોય જેથી રકમ કઢાવવા માટે સંદીપ અગ્રવાલે તે રકમ કઢાવી આપવા પેટે ચાલીસ ટકા રકમ આપીશ તેવી શરતે સુમીત કલાનીનું અપહરણ કરવા જણાવેલ હોય જેથી મે પોતે મારા મિત્રો ઈમરા ન ઉર્ફે છોટુ તથા સુલતાન માંજરો તથા તેના અન્ય બે ઈસમો તથા સંદીપ અને તેના માણસો સાથે મળી સુમીત કલાનીનું તેની જ કારમાં અપહરણ કરી સચિન હાઈવે રોડ ઉપર લઈજઈ તેને માર મારેલ હતો અને બાદમાં તેને છોડી દેતા બીજા દિવસેતે ઈસમે અમારા વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હોવાથી પોલીસના ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. ઉપરોકત ગુનામાં આરોપી સંદીપ અગ્રવાલ ઉમરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે અને અન્ય આરોપીઓ નાસતા ફરતા છે. આ કામગીરી પોસઈ વી.વી. ભોલા તથા નિતેશ તનસુખભાઈ તથા દેવેન્દ્રદાન ગંભીરદાન ખુમાનસિંહ વીરાભાઈનાઅોને કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY