મિલેનિયમ માર્કેટના ચોરી પ્રકરણમાં ઉમેશ જોષી રાજસ્થાનથી પણ ફરાર

0
10

રાજસ્થાન ગયેલી સુરત પોલીસ ખાલી હાથે પરત ફરી
સુરત, તા. ૧૫
મિલેનિયમ માકેટની કાપડની દુકાનોની ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરવના કરેલા પ્રયાસમાં સલાબતપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી. મુખ્ય આરોપી ઉમેશ જોષીની ધરપકડ કરવા માટે સલાબતપુરા પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી. પરંતુ આરોપી રાજસ્થાન પોતાના મૂળ વતનમાંથી પણ ભાગી છૂટતા ટીમ સુરત પર થઈ હોવાનું આ ગુનાની તપાસ કરનારા પીએસઆઈ ડી.એમ. રાઠોડે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત સપ્તાહમાં રિંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટની ત્રણેક કાપડની દુકાનોના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સલાબતપુરા પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો નોંધી બેગમપુરા પોલીસ ચોકીના પીએસઆઈ ડીએમ રાઠોડને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે શરૂ કરેલી તપાસ દરમિયાન આરોપી ઈન્દરલાલ જોષી તથા જિતેન્દ્ર જોષીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ૧૫મી મે સુધીના રિમાન્ડ મેળવ્યા હતા આ રિમાન્ડ દમિયાન ડુપ્લિકેટ ચાવી બનાવનાર આરોપી ઉમેશ જાષીનું નામ ખૂલ્યું હતું. આરોપી ઉમેશ રાજસ્થાન ખાતે ફરાર થઈ ગયો હોવાની મળેલી એક માહિતીના પગલે પોલીસની એક ટીમરાજસ્થાન પહોંચી, પરંતુ આરોપી ત્યાંથી પણ ભાગી છૂટયો હોવાને કારણે ટીમ સુરત પરત થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY