૧૪ નવ દંપતિઓને સમાજના અગ્રણીઓએ શુભાશીષ પાઠવ્યા
સુરત, તા.૧૫
સુરત શહેર ઢોડિયા સમાજ દ્વારા પરવત ગામ કોમ્યુનિટી હોલ ખાતે આયોજીત ૨૩માં સમુહ લગ્નોત્સવમાં ૧૪ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. પ્રભુતામાં પગલાં પાડનાર યુગલોને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ગૃહસ્થ જીવનની શુભકામના અને આર્શીવાદ આપી, જીવન ઉપયોગી ચીજવસ્તુઓની ભેટ અર્પણ કરવામાં આવી હતી. સમુહલગ્નમાં સમાજના તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા દાનની સરવાણી કરવામાં આવી હતી.
સમાજના પરિવારોના નાણાંની બચત થાય તેવા આશય સાથે સુરત શહેર સમાજના સમુહ લગ્નના આયોજક પ્રમુખશ્રી છોટુભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી કાળીદાસ ગરાસીયા, અશોકભાઇ પટેલ, મંત્રીશ્રી દિનેશભાઇ પટેલ, સહમંત્રી શ્રી વસંતભાઇ પટેલ, ખજાનચી સ્મિત ઠાકોર, સહખજાનચી ચેતનભાઇ પટેલ, અન્વેષક દલપતભાઇ પટેલ, લીગલ એડવાઇઝર ઇશ્વરભાઇ પટેલ સહિત સંગઠનમંત્રીઓ, કમિટી સભ્યો, સહકાર્યકર્તાના સહયોગથી ૨૩મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમ પૂર્વક સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં સુરત શહેર ધોડિયા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને નવદંપતિને તેમના લગ્નજીવન ઉત્તમ નીવડે તેવા શુભાશિષ પાઠવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



