મહિધરપુરા મણિયારા શેરીમાં ગેરકાયદે બાંધકામ તોડાયું

0
5

સુરત, તા.૧૫
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૬, નોંધ નં.૧૫૪૩, મણિયારા શેરી, મહિધરપુરા વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાની મંજુર પ્લાન વિરૂદ્ધ ગેરકાયદેસર બાંધકામ કરતા અત્રેથી તા.૧૪-૫-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત વધારાના માળનું આશરે ૪૫૦ ચો.ફુટ આર.સી.સી. સલેબ તથા ચણતર દૂર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૧,૦૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY