સુરત,તા.૧૫
પાલિકા દ્વારા આગામી દિવસોમાં વધુ ૩૫ સિટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી પરિણામ બાદ આ બસો દોડતી થઈ જશે. પાલિકા દ્વારા શહેરમાં ૫૭૫ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત પાલિકા દ્વારા શહેરમાં બીઆરટીએસના ૧૦ કોરિડોર અને સિટી બસના ૩૬ રૂટ મળી કુલ ૨.૧૦ લાખ મુસાફરોને રોજિંદી માસ ટ્રાન્સપાર્ટેશનની સુવિધા અપાઈ રહી છે. પાલિકા દ્વારા હાલતમાં શહેરમાં ૩૨૨ સિટી બસ અને ૧૬૬ બીઆરટીએસ બસ મળી કુલ ૪૮૮ બસો દોડાવાઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં સિટી અને બીઆરટીએસ બસનો લાભ લેતા મુસાફરોની સંખ્યમાં ધરખમ વધારો નોંધાયો છે. બીઆરટીએસ અને સિટી બસ દ્વારા શહેરનો ૮૮ ટકા વિસ્તારમાં કવર કરવામાં આવ્યો છે. સુરતમાં સિટી બસો આપવાનું કામ પાલિકાએ પીપીપી(પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) ધોરણે આપ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




