સુરત, તા. ૧૬
કરંજ વિસ્તારમાં ખાડી કિનારે આવેલી વિવેકાનંદ સોસાયટીની ૩૯ મિલકતો ખાડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમા઼ ડિમોલીશન થવાની હોવાથી ૨૧ મિલકતદારો અગાઉ હાઈકોર્ટમાં ગયા હતા. ગતરોજ બાકીની મિલકતમાં ડિમોલીશન શરૂ કરતા તેઓ ણ્પણ હાઈકોર્ટમાં ડિમોલીશન પટકાવવાની માગ કરી હતી.
વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર અમિત દેસાઈના જણાવ્યા મુજબ ખાડી ડેવલોપમેન્ટ પ્લાન્ટમાં અસરગ્રસ્ત ૩૯ મિલકતો પૈકી ૨૧ મિલકતદારો હાઈકોર્ટમાં રજૂઆત કરી હોવાથી તે સિવાયની ૧૮ મિલકતોમાં ગતરોજની ડિમોલીશનની શરૂ કરાયું છે. આજે સવારે પણ ડિમોલીશન ચાલી રહ્નાં છે. તે દરમિયાન અસરગરસ્ત દ્દારા મૌખિક રીતે જણાવવામાં આવ્યું છે કે બાકીના અસરગ્રસ્તો પણ હાઈકોર્ટમાં ગયા છે. અમિત દેસાઈએ વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી હાઈકોર્ટનો લેખિત આદેશ નહીં આવે ત્યાં સુધી ડિમોલીશન યથાવત રહેશે. જો હાઈકોર્ટનો આદેશ આવશે તો ડિમોલીશન અંગે પુનઃવિચાર કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




