વિવેકાનંદ સોસાયટીમાં ડિમોલીશનનો વિરોધ
ખાડી તટીય મિલકતોનું ડિમોલીશન પપ્રવીણ ઘોઘારીએ મિલકતદારોને આપી હતી
સુરત, તા. ૧૬
કરંજ વિસ્તારમાં ખાડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અસરમાં આવતી વિવેકાનંદ હરિધામ સોસાયટીમાં ચૂંટણી અગાઉ ધારાસભ્ય દ્વારા ડિમોલીશન નહીં થાય તેવી ખાતરી આપી હતી. ગતરોજ ડિમોલીશન શરૂ કરતા અસરગ્રસ્તો ઘરવખરી સાથે ધારાસભ્યોની ઓફિસે પહોંચી ગયા હતા.
વરાછા વિસ્તારમાંથી પસારથી થતી ખાડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ટી.પી. રોડ ખુલ્લો કરવો જરૂરી હતો. ટી.પી. સ્કીમ નં. ૩૪ મગોબ ડુંભાલ ફાઈનલ પ્લોટ નં. ૨૮માં આવેલા વિવેકાનંદ સોસાયટીના આશરે ૩૫ વર્ષ અગાઉ બની છે. આ સોસાયટીના ૩૯ જેટલા મકાન ખાડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટથી અસરમાં આવે છે. લોકસભા ચૂંટણી અગાઉ સ્થાનિક કરંજ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી દ્વારા મત માગતી વખતે ચૂંટણી પ્રચાર દમિયાન જણાવ્યું હતું કે, જ્યાં સુધી હું ધારાસભ્ય છું. ત્યાં સુધી ડિમોલીશન નહીં થાય તેવી ખાત્રી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ વરાછા ઝોન દ્વારા હરિધામ વિવેકાનંદ સોસાયટીમાં ડિમોલીશન શરૂ કર્યું છે. ૩૯ પૈકી ૨૧ મિલકતદારો હાઈકોર્ટમાં અપફીલ કરી હોવાથી તે સિવાયની બાકી મિલકતોમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આજે સવારે હરિધામ વિવેકાનંદ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ઘરવખરી સાથે લંબે હનુમાન રોડ પર એફિલ ટાવર નજીક આવેલ ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીની ઓફિસે ધરણા ઉપર બેઠા છે. અસરગ્રસ્તો સૂત્રોચ્ચાર કરી રહ્ના છે. અને ધારાસભ્ય પાસે રજૂઆત કરવામાં આવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



