ડીસીબીએ મોટા વરાછામાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી

0
7

દારૂ સાથે બુટલેગર રસીક ખેની પણ પકડાયો
સુરત, તા.૧૬
મહારાષ્ટ્ર નવાપુરથી લવાયેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ડીસીબી પોલીસે જપ્ત કર્યો હતો.
ડીસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે. ચૌહાણ પોલીસ ટીમ સુરત શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુના શોધી કાઢવા અંગે પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ફરતા ફરતા સરથાણા સીમાડા નાકા પાસે આવતા સાથેના હિતેન્દ્રસિંહ ભુપતસિંહ તથા વિક્રમસિંહ મનુભાને બાતમી મળેલ કે મોટા વરાછા લજામણી ચોકથી આગળ આવેલ હેત્વી હાઈટ્સ બિલ્ડિંગના પાછળ પાર્કિંગમાં એક મરૂન કલરની મારૂતિ ઝેન ફોર વ્હીલર ગાડી નં.જીજે-૫-પીપી-૬૫૩૯માં રસીકભાઈ નામના ઈસમે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી રાખેલ છે અને તે જથ્થો લઈ થોડીવારમાં ક્યાંક જવાનો છે. બાતમીના આધારે હેત્વી હાઈટ્સ બિલ્ડિંગમાંથી નીચે ઉતરી પાર્કિંગમાં કારમાં બેસતા રસીકભાઈ ખીમજીભાઈ ખૈની પટેલ રહે. ઘર નં.૬૧, મારૂતિનંદન સોસાયટી, દાદાભગવાન રોડ, કામરેજ જિ સુરત મૂળ વતન ગામ ખીલાવડ, નવો પ્લોટ વિસ્તાર, તા.ગીર, ગઢડા જિ. સોમનાથની ધરપકડ કરી હતી. સદર ઈસમની અંગઝડતીમાંથી એક મોબાઈલ ફોન નંગ ૧ મળી આવેલ તેની પાસેની કાર નં.જીજે-૫-પીપી-૬૫૩૯માં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ પ્લાસ્ટિકની બોટલ નંગ ૫૦૪, કિંમત રૂ.૨૬૩૫૫ મતાનો મળી આવ્યો હતો. આ દારૂ મહારાષ્ટ્ર નવાપુર ખાતેથી સુરત ખાતે છુટકમાં વેચાણ કરવા સારૂ લાવેલ હોવાનું જણાવેલ હોય, જેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા મોબાઈલ ફોન તથા કાર મળી કુલ રૂ.૫૦,૮૫૫ના મુદ્દામાલ સાથે મળી આવતા તેની ધરપકડ કરી હતી. આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે. ચૌહાણ તથા અ.હે.કો. હિતેન્દ્રસિંહ ભૂપતસિંહ તથા અ.હેકો. પ્રકાશકુમાર છગનજી તથા અ.પો.કો. વિક્રમસિંહ મનુભા તથા અ.પો.કો. લાલાભાઈ રાણાભાઈ નાઓએ કરેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY