વરાછાના બિલ્ડરે કંપનીના બે ડીરેક્ટરો વિરૂદ્ધ ઠગાઈ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી
સુરત, તા.૧૬
મુંબઈની ખીમાણી ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિમિટેડ કંપનીએ સુરતના બિલ્ડરનું રૂપિયા એક કરોડ પાસઠ લાખનું કરી નાંખ્યું હતું. કંપનીના બે જણાં વિરદ્ધ બિલ્ડર હસમુખ કોરાટે ફરિયાદ નોંધાવી હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા સર્જન હાઈટ્સમાં રહેતાં બિલ્ડર હસમુખ હરિભાઈ કોરાટે આરોપી શિલ્પી અમરીતલાલ ખીમાણી રહે. મુંબઈ, દિવાન્સુ ત્રિભુવનલાલ વૈષ્ણવ મુંબઈ, વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ પોતાની ખીમાણી ઈન્વેસ્ટ કંપનીમાં ફરિયાદીને રોકાણ કરવાથી મોટો ફાયદો થશે તેવી વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે રૂપિયા એક કરોડ પાસઠ લાખ મેળવ્યા હતા. પેમેન્ટ ચૂકવવાના સમય મર્યાદામાં ફરિયાદીએ પોતાનું રોકાણ પરત માંગતા આરોપીએ ફોન ઉપર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સરથાણા પોલીસે બિલ્ડર હસમુખ કોરાટની ફરિયાદ નોંધી પો.ઈન્સ્પે. એમ.એમ. પુવારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



