ઉધના ઝોને લાલીમાનગર ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું

0
4

ઈમારતમાં મંજૂરી વગરના બાંધકામનું ડીમોલીશન
સુરત, તા.૧૬
ઉધના ઝોન દ્વારા જીવનજ્યોત સિનેમાં સામે લીલીયાનગર ખાતે મંજુર પ્લાન ઉપરાંત વધારાનું બાંધકામ થયેલ મિલકતમાં ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
આજે સવારે ઉધના ઝોનના સ્ટાફ દ્વારા લીલીયાનગર ખાતે ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળની રેસીડેન્ટ મિલકતમાં મંજુર પ્લાન કરતા વધારાનું બાંધકામ તોડી પાડ્યું હતું. આ બાંધકામ ઉધના મેન રોડ જીવન જ્યોત સિનેમાં સામે અને સુરત શહેર ભાજપ કાર્યાલયની પાછળના ભાગે આવ્યું છે. મંજુર પ્લાન ઉપરાંત વધારાનું પ્રોજેક્શન તોડી પાડવાની કામગીરી ઉધના ઝોનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. મિલકતમાં હાલ જ વધારાનું બાંધકામ અને પીઅોપીનું કામ કરવામાં આવ્યું છે. ઉધના ઝોનના સ્ટાફ દ્વારા સવારે ડીમોલીશન હાથ ધરતાં મિલ્કતદાર દ્વારા સ્વૈચ્છીક ડીમોલીશનની તૈયારી દર્શાવતા પાલિકા દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY